પંજાબ (પંજાબી: ਪੰਜਾਬ) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું એક રાજ્ય છે. તેનું પાટનગર ચંડીગઢ છે, જે પંજાબ રાજ્યની સીમાની બહાર આવેલું છે. પંજાબ રાજ્ય એ એક મોટા પંજાબ પ્રદેશનો એક ભાગ છે. આ રાજ્ય અને પાકિસ્તાનનું પંજાબ રાજ્ય ભેગા થઇને પંજાબ પ્રદેશ બને છે. "પંજાબ" શબ્દ બે ફારસી શબ્દો "પંજ"(પાંચ) અને "આબ"(પાણી) ભેગા થઇને બન્યા છે, જે આ પ્રદેશમાંથી વહેતી પાંચ નદીઓનું સુચન કરે છે. ત્યાંની મુખ્ય ભાષા પંજાબી છે.
પંજાબ રાજ્યના જિલ્લાઓ
પંજાબ રાજ્યના જિલ્લાઓ તથા એનાં મુખ્ય મથકો
પંજાબ રાજ્યમાં ૨૦ જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાઓ નીચે મુજબ છે.