બાપજી

del.icio.us del.icio.us
Digg Digg
Furl Furl
Reddit Reddit
Rojo Rojo
Add to OnlyWire


પ.પુ.બાપજી - SMVS (સ્વામિનારાયણ મંદીર વાસણા સંસ્થા) ના સંસ્થાપક

કારણ સત્સંગ દ્વારા, અનેકને છતે દેહે આત્યંતિક કલ્યાણનાં ભોગી કરાવનાર પ્રાણ પ્યારા ગુરુજી એટલે જ પ.પુ.બાપજી.

અનુક્રમ

અમૃત અંજલી

ભગવાન શ્રી સ્વામિનારાયણે કેવળ કૃપા કરી આ દિવ્ય કારણ સત્સંગનો યોગ આપ્યો. જેમાં કારણ સ્વરૂપ એક અને એક શ્રીજી મહારાજ છે અને સત્સંગ એ શરીરને ઠેકાણે છે, જ્યારે સત્પુરુષએ શરીરના આત્માને ઠેકાણે છે. કારણ કે સત્પુરુષના જોગ સમાગમે કરીને જ કારણ મૂર્તિ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ ઓળખાય છે અને એમાં જોડાવાય છે. સત્પુરુષમાં રહીને પણ સંપૂર્ણ કર્તાપણું મહારાજનું જ છે, સત્પુરુષનો કેવળ માધ્યમ છે. અને એવા દિવ્ય સત્પુરુષની પ્રાપ્તિ થવી એજ ભગ્વાન સ્વામિનારાયણની મોટમાં મોટી ક્રુપા છે. મહાપ્રભુએ આપણાં ઉપર કેવળ કૃપા કરીને એવા દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીની ભેટ આપી છે. એ દિવ્ય સત્પુરુષના 75 વર્ષ પૂર્ણ થતા આપણને મળેલ આ “ અમૃત જયંતી ” એટલે આપણાં ઉપર થયેલ શ્રીજી મહારાજની અનહદ કૃપાવર્ષા. ત્યારે ચલો આપણા પર થયેલી એ ક્રુપા વર્ષાનો લાભ લઇ “ અમૃત અંજલી” દ્રારા દિવ્યપુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજીના મહિમાનું ગાન કરી આપણા શીરે રહેલા ઋણમાંથીમુક્ત થઇએ……..

આધા તુમ્હારા, આધા હમારા

શ્રીજી મહારાજના સંકલ્પથી પ્રગટ થયેલ એવા જીવનપ્રાણ અબજીબાપાશ્રી સમગ્ર કારણ સત્સંગના સમાજને સુખિયો કરવા ગામો ગામ વિચરણ કરતા. સંવત 1979 માં જીવનપ્રાણ બાપાશ્રી અમદાવાદના બળદેવભાઇ શેઠનાં અતિશય આગ્રહને વશ થઇ અમદાવાદ પધાર્યા. અમદાવાદ ખાતે બળદેવભાઇ ની સરસપુર મીલમાં પોતાના સેવકોએ સહિત બાપાશ્રીએ ઉતારો કર્યો. સૌ સંતો –હરિભક્તોને સુખિયા કરવા માટે બાપાશ્રી નિત્ય પ્રત્યે સરસપુર મંદિરમાં પ્રાત: સમે કથાવાર્તાનો લાભ આપવા પધારતા. તેવામાં એક દિવસ કથાવાર્તા પત્યા બાદ નળકંઠાના હરિભક્તોએ બાપાશ્રીને પોતાના ગામોમાં પધારવા પ્રાર્થના કરી. નળકંઠાના હરિભક્તોનોનિર્દોષ પ્રેમ જોઇ બાપાશ્રી ગાડીમાં બીરામાન થઇ સદ.ઇશ્વરચરણદાસજીસ્વામી, સદ.વૃંદાવનદાસજીસ્વામી આદી સદ્ગુરુઓ સહિત નળકંઠા પધાર્યા. કુંડ, દેવધોલેરા, નાનોદરા, કેસરડી, ઝાંપ, વનાળીયા, ઉપરદળ, રેથળ આદિ ગામોમાં વિચરણ કરી બાપાશ્રી વાંસવા ગામે બાઇઓના મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠાના પ્રસંગે પધાર્યા. બાપાશ્રીના દિવ્ય હસ્તે મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા થતા આનંદમય વાતાવરણ સર્જી ગયું.... આ દિવ્ય પ્રસંગ પૂર્ણ થતા વાસણ ગામના પ.ભ.શ્રી જેઠાભાઇએ બાપાશ્રીને પોતાના ઘરે પધરામણી માટે પધારવા પ્રાર્થના કરી. જેઠાભાઇનો નિર્દોષભાવ જોઇ બાપાશ્રી તેમના ઘરે પધરામણીએ પધાર્યા અને થોડીવાર કથાવાર્તાનો લાભ આપ્યો. કથાવાર્તાની પૂર્ણાહૂતિ થઇ ત્યારે વાંસવા ગામના લાલજીભાઇ ઠક્કરે બાપાશ્રીને પ્રાર્થના કરી કે “ દયાળુ બાપાશ્રી, આ જેઠાભાઇના ઘરે એકેય સંતાન નથી..તો આપ કૃપા કરી એક મુકતસમા સેવકની પ્રાપ્તિ થાય એવી દયા કરો.. પ.ભ. શ્રી જેઠાભાઇની નિષ્કામ ભક્તિથી રાજી થઇ બાપાશ્રીએ જેઠાભાઇને આશીર્વાદ આપ્યા કે “ હે જેઠાભાઇ, તમારી નિષ્કામ ભક્તિથી અમે ખૂબ રાજી છીએ માટે તમારે એક નહિ બે દીકરા થશે બસ... પરંતુ એમાં ”આધા તુમ્હારા અને આધા હમારા.” બાપાશ્રીના આ દિવ્ય આશીર્વાદ મુજબ સંવત 1989 ના ફાગણ વદ એકમને રોજ તા. 13/03/1933 ને મંગળવારે બાપાશ્રીના “આધા હમારા “ આશીર્વાદના ફળ સ્વરૂપે એક દિવ્ય મુક્તરાજનું પ્રાગટ્ય થયું. જેમનું નામ દેવુભાઇ રાખવામાં આવ્યું. એ દેવુભાઇ એટલે આપણા સૌના લાડીલા ગુરુવર્ય પ.પૂ. બાપજી એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીના ચરણોમાં કોટીકોટી વંદન હો.....

નિષ્ઠા એક નાથની બીજુ કાંઇ ન જોઇએ...

દેવુભાઇની (પ.પૂ. બાપજીની) ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની નિષ્ઠા બાળપણથી જ અજોડ હતી. કદી કોઇ દેવ અદેવ કે દેવી દેવતાઓની આસ્થા નહિ. રૂંવાડે રૂંવાડે બસ એક જ રણકાર. આવા સર્વોપરિ ભગવાન મળ્યા અને એમની ઓળખાણ થયી. પછી આ માથુ બીજને નમે કેમ  ? બીજાના ગાણા આ મુખે કરીને ગવાય કેમ  ? બસ એક જે વાત નિષ્ઠા એક નાથની (ભગવાન સ્વામિનારાયણની ) બીજુ કાંઇ ન જોઇએ. દેવુભાઇની આવી અકબંધ નિષ્ઠાની ધાક આખા ગામમાં જણાતી. આખુ ગામ જાણતુ હતું કે દેવુભાઇને જે ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા છે તેમાંથી ગમે તેવો શાસ્ત્રી , પંડિત કે વિદવાન આવે તો પણ ડગમગાવી શકે તેમ નથી. એક વાર દેવુભાઇ તથા ગામના રામજીમંદિરના બાવાજી કે જેઓ વર્ષોથી રામજીમંદિરના પુજારી હતા તેમની સાથે ચર્ચા થઇ . રામજીમંદિરન બાવાજી એ દેવુભાઇને કહ્યું કે “તારા સ્વામિનારાયણ કરતા મારા રામ ભગવાન મોટા છે. કારણ રામ ભગવાનને ભગવાન થયે હજારો વર્ષો વીતી ગયા છે અને તારા સ્વામિનારાયણ તો આજ કાલ ના થયા છે એ શું મોટા હોય ! તુ નકામો સર્વોપરિ સર્વોપરિ લઇ મંડયો છું “ આટલું સાંભળ્યા પછી શું દેવુભાઇઅ નીચુ મુકે ખરા ! દેવુભાઇ પણ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિ નિષ્ઠાની બાબતમાં કાંઇ ઓછા ઉતરે તેમ નહોતા. તેમણે તો નિર્ભય થકા બાવાજી આગળ પડકાર ફેંક્યો કે રામજી મંદિરની નજીક એક આંબલી નું ઉંચામાં ઉંચુ વૃક્ષ છે. આવતી કાલે સવારે એ આંબલીના વૃક્ષ ઉપરથી બંન્નેએ કુદવાનું અને જેના ભગવાન સર્વોપરિ હશે તે બચશે..” આ વાત આખા ગામમાં વાયુની વેગે પ્રસરી ગઇ. હવે તો આખુ ગામ આવતીકાલના મંગળ પ્રભાતની રાહ જોઇને બેઠું હતું. રામજી મંદિરના બાવાજીના હૈયામાં ફફડાટ હતો જ્યારે દેવુભાઇ નિર્ભય અને નિષ્ચિત હતા કારણ કે તેઓ જાણતા હતા કે આવા સ્વામિનારાયણ મળ્યા પછી મારો વાળ વાંકો કરવાને માટે કોઇ સમર્થ નથી. બાવાજી જેમને મોટા કહે છે તેના કરતા તો બીજા અનંત અવતારો મોટા છે.. અને એ અવતારો કરતા તો ભગવાન સ્વામિનારાયણ અને તેમના ભક્તો અનંત ગણા મોટા છે. બીજા દિવસની મંગળ પ્રભાત થઇ .....સવારના 7.00 વાગ્યે દેવુભાઇ તો સમયસર આંબલીના વૃક્ષ નીચે હાજર થઇ ગયા...આખુ ગામ પણ આ એક અદ્ભૂત પ્રસંગનું દર્શન કરવા ભેગુ થઇ ગયું હતું. પરંતુ બાવાજી હજુ સુંધી દેખાતા નહોતા... ગામવાળાએ તપાસ કરી તો જાણવા મળ્યું કે બાવાજી તો બીકના માર્યા રાતોરાત ગામ છોડી જતા રહ્યા છે..... આ પ્રસંગે દેવુભાઇની નિષ્ઠાની દ્રઢતાનું સાક્ષાત દર્શન આખા ગામજનોને થયું.... અને સૌના અંતરે એવું અનુભવવા લાગ્યું કે આ દેવુભાઇ આપણાં જેવા નથી...એ ભગવાનના ધામમાંથી આવેલા બહુ મોટા મુક્ત છે....બાકી આવા નાના બાળકમાં ભગવાન પ્રત્યેની આવી નિષ્ઠા ન હોય...આજે આપણે સૌ એ દિવ્યપુરુષની દિવ્યતા અને ભવ્યતાના તથા સર્વોપરિ ઉપાસનાના પ્રવર્તનના આગ્રહનું દર્શન કરી રહ્યા છીએ. આજે એ દિવ્યપુરુષ પ.પૂ. બાપજીના પ્રતાપે સર્વોપરિ ભગવાન સ્વામિનારાયણના સર્વોપરિ સ્વરૂપની ઓળખાણ સમગ્ર સમાજને થઇ છે.. મંદિરો ચોખ્ખા કર્યા છે... આત્મા ચોખ્ખા કર્યા છે... આહાહા.....કેટલા અપાર આપણા ઉપર ઉપકાર કર્યા છે.......તો બસ એવા ગુરુજીના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ........

હું તો અનંતને ભગવાન વહેંચવા આવ્યો છું

દેવુભાઇ ( પ.પૂ.બાપજી ) હવે કિશોર અવસ્થામાં પ્રવેશી ચુક્યા હતા. આ લોકમાં સૌને સમાસ કરાવવાને અર્થે દેવુભાઇ પોતાના પિતાશ્રીની કરિયાણાની દુકાને બેસતા, પરંતુ ચિંતન તો અખંડ મહાપ્રભુની દિવ્ય મૂર્તિનું જ રહેતું. દેવુભાઇને પહેલેથી જ મહાપ્રભુની મૂર્તિનું સાનિધ્ય ખૂબ ગમતું. તેથી કુટુંબીજનોના આગ્રહને લીધે દુકાને વેપાર માટે બેસતા તો ત્યાં પણ અવાર – નવાર દુકાને તાળુ મારી ગામના મંદિરે કથાવાર્તા કરવા પહોંચી જતા. ઘરના સભ્યોને આ વાતની ખબર પડતા તેઓ દેવુભાઇને વારંવાર ઠપકો આપતા, ત્યારે દેવુભાઇ તેમને મર્મભર્યા શબ્દોમાં કહેતા કે “ હું તમારું પાશેર તેલ કે કીલો બટાકા વેચવા આવ્યો નથી. હું તો અનંતને ભગવાન વહેંચવા આવ્યો છું. ” દેવુભાઇના મુખે આવા શબ્દો સાંભળી તેમના માતૃશ્રી ચિંતીત થઇ જતા કે રખેને દેવુભાઇ અમને મુકીને જતા રહેશે તો ! તેઓ જાણતા હતા કે દેવુભાઇ કોઇ સામાન્ય બાળક નથી, પરંતુ ભગવાનના ઘરેથી આવેલા મોટા મુક્ત છે. માટે અમે ગમે તેટલા પ્રયત્ન કરીશું તો પણ એ અમાર રોક્યા રોકાવવાના નથી. એ તો ભગવાન અર્થે જ આવ્યા છે અને ભગવાન અર્થે જ જીવન જીવવાના છે. પરંતુ એક માતૃહદયને લીધે દેવુભાઇને કહેતા કે “ તમે ગૃહ ત્યાગ કરો તો મારા દેહાંત ગમન બાદ કરજો પણ તે પહેલા ન કરતા. ” ત્યારે દેવુભાઇ કહેતા કે “ આપનું કયારે દેહાંત ગમન થાય ( ધામમાં જાઓ ) અને ક્યારે હું ગૃહ ત્યાગ કરું? એમાં તો ઘણો સમય વીતી જાય, અને બાપાશ્રીએ જે સંકલ્પો પુરા કરવા અમને અહીં મોકલ્યા છે તે સંકલ્પોને હું ક્યાં સુંધી લંબાવ્યા કરું ? ” આટલુ સાંભળી દેવુભાઇના માતૃશ્રી દિલગીર બની જતા, પરંતુ દેવુભાઇ તો કોઇના રોક્યા રોકાય તેવા ક્યાં હતા. એક દિવસ બન્યુ પણ એવું રાત્રિના બે વાગ્યે ઘરના કોઇ જ સભ્યોને જાણ કર્યા વિના દેવુભાઇએ અનંતને ભગવાન વહેંચવાના જે હેતુ માટે પધાર્યા હતા તે હેતુને સાર્થક કરવા ગૃહત્યાગ સ્વીકાર્યો. અનંત જીવોને ભગવાનના સ્વરૂપનું દાન આપવા માટે જેમનું પ્રાગટ્ય હતું એવા આ દેવુભાઇએ ગૃહત્યાગ કર્યા બાદ સંવંત 2012માં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને સદ્ગુરૂ કેશવપ્રિયદાસજી સ્વામીને (સદ્ગુરૂ મુનિસ્વામીને ) પોતાના જ્ઞાનગુરૂ તરીકે સ્વીકાર્યા. મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણે એવા દિવ્ય સત્પુરુષની આપણને ભેટ આપી છે કે જેમની પાસે એક જ વેપાર છે “ મૂર્તિ.... મૂર્તિ....મૂર્તિ....” અને આજે આપણે સૌ જોઇ રહ્યા છીએ કે એ જ દિવ્યપુરુષનો ભગવાન ઓળખાવવાનો, ભગવાનના સ્વરૂપને જીવમાં પધરાવવાનો કેટલો બધો આગ્રહ છે ! એવા ગુરુવર્ય પ.પૂ.બાપજીના અમૃત પર્વે એમના ચરણોમાં કોટી કોટી વંદન.....

ગુરુભક્તિ નુ મુર્તિમંત સ્વરૂપ

ભગવાન અને ભગવાનનાં ધામમાંથી પધારેલા દિવ્ય સત્પુરૂષ છે. તેમ છતાં અનંત જીવોને સુખિયા કરવા માટે મનુષ્યને મનુષ્ય જેવા દર્શન આપે છે. ત્યારે એમની પણ તમામ ક્રિયાઓ આ લોકનાં દેહધારી મનુષ્યનાં જેવી જ જણાતી હોય પરંતુ એમની ક્રિયા મનુષ્યનાં જેવી નથી. એમની અલ્પ ક્રિયામાં પણ અનંતને દિવ્યજીવન ની પ્રેરણા આપવાનો હેતુ હોય છે. એવી જ એક અલૌકીક ચેષ્ટાનું દર્શન મળેલા દિવ્ય સત્પુરૂષ ગુરૂવર્ય પ.પુ. બાપજીનાં અવરભાવનાં જીવનમાં સહેજે જ થાય છે. અને એ છે પોતાનાં ગુરૂ સદ. મૂનિસ્વામીને વિષે એક અદભૂત ગુરૂભક્તિ. પ.પૂ. બાપજી ને સદ. મુનિસ્વામીનો ભેટો થયો અને જાણે, “પ્રથમ ની પ્રિત હતી, પ્રથમ મેળાપ થયો. દિપક જે પ્રેમતણો, અચાનક પ્રગટાઇ ગયો.” પ.પૂ. બાપજી અવરભાવ ની રીત મુજબ જે દિવ્યપુરૂષની શોધમા હતા એ હવે મળી ચુક્યા હ્તા. પ.પૂ. બાપજી એ સદ.મૂનિસ્વામી ને પ્રાર્થના કરી “દયાળુ, મારે આપની પાસે રહેવુ છે.” ત્યારે સદ. મૂનિસ્વામી એ પ.પૂ. બાપજીને કહ્યૂ “તમે મોડા પડ્યા, મારી પાસે હવે પગલા, પદાર્થ કે આસન કાંઇ વધ્યુ નથી કે જે તમને આપી શકું” ત્યારે પ.પૂ,બાપજી ના મુખે એક જ શબ્દ “દયાળુ, મારે આપના પગલા, પદાર્થ કે આસન જોઇતા જ નથી. મારે તો આપના સિધ્ધાંતનો વારસો જોઇએ છે.” આહા .. શું પોતાના ગુરૂ નો રાજીપો પ્રાપ્ત કરવાની ભૂખ. પોતાના ગુરૂને વિષે કેવી એક અદભૂત ગુરૂભક્તિ. પ.પૂ.બાપજીના મુખે આ શબ્દો સાંભળી સદ.મૂનિસ્વામી ખૂબ રાજી થયા અને બાથમાં ભીડી ખુબ ભેટ્યા અને આશિર્વાદ આપ્યા. પ.પૂ. બાપજી ને 1 વર્ષ સુધી સદ.મૂનિસ્વામીની સેવામાં રહેવાનો લાભ મળ્યો. 1 વર્ષ બાદ સદ.મૂનિસ્વામીની આજ્ઞા થતા પ.પૂ. બાપજી મોટા મંદીરે પધાર્યા. ત્યાં રહેવા છતાં સદ.મૂનિસ્વામીને વિષેની ગુરૂભક્તિ રંચમાત્ર ઓછી થઇ ન હોતી. જેટલા હરીભક્તો આવે એમને સદ.મૂનિસ્વામીનો મહિમા સમજાવી પાટડી સદ.મૂનિસ્વામીના દર્શન કરવા માટે મોક્લે. પ.પૂ. બાપજી સદ.મૂનિસ્વામી માટે કહેતા કે ગમે તેવો વ્યસની, પાપી ને અબુધ જીવ હોય પરંતુ હું બધાય સદ.મૂનિસ્વામી પાસે વર્તમાન ધરાવવા મોક્લતો. કારણ કે સદ.મૂનિસ્વામી સંકલ્પ માત્રમાં અનંતકોટી બ્રહ્માંડોને મૂર્તિમાં મુકી દેવાને માટે સમર્થ હતા. માટે એ દિવ્યપુરુષના હાથે વર્તમાન ધરાવે તો જીવ ને જીવમાંથી શીવ કરી દેશે.” વર્તમાનકાળે પણ પ.પૂ. બાપજી સદ.મૂનિસ્વામીનો મહિમા કહેતા ગળગળા બની જાય. પ.પૂ. બાપજીના શબ્દોમાં કહીએ તો “સદ.મૂનિસ્વામી એટલે મૂનિસ્વામી, અનંતકોટી બ્રહ્માંડો માં એ દિવ્યપુરુષ નો જાટો જડે એમ નથી.” “આ બધી જે લીલી વાડી છે એ બધું જ સદ.મૂનિસ્વામીની કૃપા નું પરિણામ છે.” પ.પૂ. બાપજી ના મુખે સદ.મૂનિસ્વામીનો મહિમા સાંભળતા સાંભળનાર ને એવું તો જરૂર અનુભવાય કે પ.પૂ. બાપજી એટલે ગુરુભક્તિ નુ મૂર્તિમંત સ્વરૂપ.

બાહ્ય કડીઓ

પ.પુ.બાપજી નુ જીવન કવન

This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.


Giant Panda

Mercedes Car
James Bond Guide
This site monitored by SitePinger.net